પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
સ્વસ્થ, સરસ અને વધુ ઉત્પાદન મળી રહે તે હેતુથી જેવી રીતે ફૂલછોડ કે વૃક્ષને સમયાંતરે ખાતર આપવામાં આવે છે, તેવી જ રીતે ફૂલછોડ-વૃક્ષની સમયસર કાટછાંટ પણ કરવી પડે છે. આ કાટછાંટને અંગ્રેજીમાં પ્રુનિંગ તરીકે ઓળખવામાં આવે છે. સમયાંતરે બગીચામાં પ્રુનિંગની પ્રક્રિયા કરવી જરૂરી છે. જો આ કામ યોગ્ય તકનીક સાથે યોગ્ય સમયે ખાતર-પાણીની સાથે સૂર્યપ્રકાશ મળી રહે છે. પોષણ પ્રમાણસર મળવાને કારણે ફૂલછોડનો વિકાસ સારી રીતે થાય છે. મુનિંગ ન કરવામાં આવે તો છોડની શાખાઓ, પાંદડાઓ અસ્તવ્યસ્ત રીતે ઉગવા લાગે છે. પોષણ ન મળવાને કારણે વૃક્ષ કે છોડ બૈજાન નજરે પડે છે. સૂકા પાંદડા અને શાખાઓ દૂર કરવા માટે મુનિંગ કરવું જરૂરી બને છે.
સૂર્યના પ્રકાશનો મહત્તમ ઉપયોગ કરવા અને કીટકોનો વિકાસ રોકવા માટે વધારાના પાંદડાંને હટાવવામાં મુનિંગ મદદ કરે છે. મુનિગને કારણે છોડ-વૃક્ષને મજબૂતાઈ મળે છે, તે જીવંત દેખાય છે, નવી કૂંપણો અને શાખાઓ પણ ફૂટે છે. સામાન્ય રીતે જ્યાં સુધી પાંદડાંની વૃદ્ધિ અને વિકાસ અસ્થાયી રૂપથી રોકાઈ જાય છે ત્યારે પુનિંગ કરવું યોગ્ય માનવામાં આવે છે.
પુનિંગની સાચી રીત અને પ્રકાર :-
છોડની શાખાઓને સાચા અને યોગ્ય આકારમાં ઉગાડવા માટે સાચી રીતે મુનિંગ કરવું મહત્ત્વનું છે. મુનિંગ બે પ્રકારે થઈ શકે છે.
હાર્ડ પ્રુનિંગ અને સોફ્ટ પ્રુનિંગ
- હાર્ડ પ્રુનિંગ :-
હાર્ડ મુનિંગમાં છોડ કે વૃક્ષની શાખાઓ કાપી નાખવામાં આવે છે એટલે કે માત્ર થડ રાખવામાં આવે છે. આ પ્રકારનું મુનિંગ વર્ષમાં એકવાર કરવામાં આવે છે. મહદ્અંજો ઓક્ટોબરથી ફેબ્રુઆરીની વશે આ પ્રકારે મુનિંગ કરવામાં આવે છે. જ્યારે છોડ કે વૃક્ષ પર ફૂલો કે ફળ આવવાનો સમયગાળો સમાપ્ત થઈ જાય, ત્યાર બાદ આ પ્રકારનું મુનિંગ કરવામાં આવે છે. આપણે કેટલીકવાર જોતા હોઈએ છીએ કે વરસાદની ઋતુ પહેલાં કે વરસાદની પ્રદત્તુ દરમિયાન કેટલાંક ઝાડને કાપી નાખવામાં આવે છે, ત્યાર બાદ તેનું થડ જ રાખવામાં આવે છે અથવા ગણતરીઓની શાખાઓ રાખવામાં આવે છે. તેને હાર્ડ પ્રુનિંગ તરીકે ઓળખવામાં આવે છે.
- સોફ્ટ પ્રુનિંગ :-
સોફ્ટ મુનિંગ વર્ષમાં ગમે ત્યારે થઈ શકે છે. તેમાં વૃક્ષ કે છોડ પરનાં પાંદડાં અને વધારાની દાંડીઓ દૂર કરવામાં આવે છે. ઘણીવાર આપણે કોઈ વૃક્ષને કોઈ આકાર આપેલો જોતાં હાઈએ છીએ, તેને સોફ્ટ મુનિંગ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રુનિંગને કારણે વૃક્ષ કે છોડની શાખાઓ જમીનને નથી સ્પર્શતી. પરિણામે માટીમાં રહેલા કીટકો કે જંતુઓને કારણે છોડમાં રોગ લાગુ રવાની શક્યતા ઓછી રહે છે. ઘણીવાર છોડમાં રોગ લાગુ થયો હોય તો તે આગળ ન વધે અથવા દૂર થઈ જાય તેમ જ વૃક્ષ કે છોડને નુકસાન ન પહોંચે તે માટે પણ મુનિંગ કરવામાં આવે છે. સમયસર પ્રુનિંગ કરીને ફૂલછોડ કે વૃક્ષના વિકાસમાં અવરોધરૂપ પાંદડાં અને શાખાઓને દૂર કરી તંદુરસ્ત બગીયાનું નિર્માણ કરી કરવામાં તો વૃક્ષો અને ફૂલછોડની વૃદ્ધિ પર અસર પડે છે. તેઓ ફળ, ફૂલ આપવાનું બંધ કરી દે છે.