ખૂબ જ ગુણકારી છે રીંગણ, નિયમિત ખાશો તો ક્યારેય આ બીમારીઓ નહિ થાય..!
રીંગણના રસાવાળા શાકથી માંડીને રીંગણના ઓળા સુધી, રીંગણની અનેક વાનગીઓ લોકપ્રિય છે. સ્વાદિષ્ટ લાગતુ રીંગણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં આયર્ન અને બીજા પોષકતત્વો હોય છે. રીંગણમાં રહેલા પોષકતત્વો અંગે જાણશો તો તમે પણ નિયમિત રીંગણ ખાતા થઈ જશો.
દાંત માટે ફાયદાકારક : જો દાંતમાં સડો હોય કે દર્દ હોય તો તેમાં રીંગણનો રસ લગાવો, તરત જ ફાયદો થશે. રીંગણની છાલ દાંત પર ઘસશો તો તેનાથી દાંતની પીળાશ ઘટશે. જે બાળકો ચોકલેટ ખાઈને દાંતની સફાઈ કર્યા વિના સૂઈ જાય છે તેમના દાંત રીંગણની છાલથી સાફ કરવાથી દાંતની ચમક જળવાઈ રહે છે.
દિમાગ તેજ થાય છે : રીંગણ ખાનારને ક્યારેય લોહીની ઉણપ અર્થાત્ એનિમિયાની સમસ્યા નથી નડતી. તેમાં ફોલિક એસિડ હોય છે જે ગર્ભવતી મહિલાઓના બાળકોના વિકાસમાં લાભદાયક સાબિત થાય છે.
સાવધાની : રીંગણ વધારે પડતા ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થાય છે. આ ઉપરાંત રીંગણ બનાવતી વખતે હીંગનો ઉપયોગ પણ કરવો જોઈએ. હીંગનો ઉપયોગ કરવાથી ગેસની સમસ્યા નહિ થાય. ઘણા લોકોને વધુ પડતા રીંગણ ખાવાથી એલર્જી પણ થઈ જાય છે. આ સાથે જ સ્કિનને સંબંધિત સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે.
વધુ તળીને ન ખાવાઃ :રીંગણને વધુ પડતા તળીને ન ખાવા જોઈએ. તેમાં થોડો જ મસાલો નાંખવો. રીંગણ સંપૂર્ણપણે તળીને ખાવાથી દૂર રહેવુ જઈએ. બુદ્ધિપૂર્વક રીંગણનું સેવન ફેફસા અને શ્વસનતંત્રને મજબૂત કરે છે.
નોંધ :- આ લેખમાં આપવા માં આવેલી તમામ માહિતી, જાણકારી ના હેતુ માટે લખવા માં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાંત ની સલાહ લો .