વૉટ્સએપમાં આવ્યું કમાલનું નવું ફિચર..!

તમે વોટ્સએપ યૂઝર છો તો તમને દરરોજ કેટલાક નવા ફિચર્સની ભેટ મળવી જ જોઈએ. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે વોટ્સએપ દરરોજ નવા ફિચર્સ લોન્ચ કરતું રહે છે. આ સુવિધાનો લાભ લઈને યૂઝર્સ તેમની મનપસંદ ચેનલને પિન કરી શકશે. જ્યારે યૂઝર્સ પોતાની ફેવરિટ ચેનલને વોટસએપ પર પિન કરે છે ત્યારે તે ચેનલમાંથી આવતા અપડેટ્સ સૌથી પહેલા યૂઝર્સને દેખાશે. આ ફિચરના આગમન પહેલા લોકોએ લેટેસ્ટ અપડેટ જોવા માટે તેમની મનપસંદ વોટસએપ ચેનલ શોધવી પડતી હતી પરંતુ ચેનલને પિન કર્યા પછી તમે ફક્ત ટોચ પર તમારી મનપસંદ વોટસએપ ચેનલ જોશો. રિપોર્ટ અનુસાર હાલમાં ડેસ્કટોપ યૂઝર્સ વોટસએપ ના આ નવા ફિચરનો ઉપયોગ કરી શકશે.જો કે, હજુ સુધી કોઈ નક્કર માહિતી પ્રાપ્ત થઈ નથી કે વોટસએપ ચેનલને પિન કરવાનું નવું ફિચર એન્ડ્રોઈડ કે આઈફોન યૂઝર્સ માટે પણ એક્ટિવેટ કરવામાં આવ્યું છે કે નહીં. જો કે જો આ ફિચર એન્ડ્રોઈડે અને આઈફોન યૂઝર્સ માટે એક્ટિવેટ કરવામાં આવ્યું નથી, તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આવનારા થોડા દિવસોમાં દરેક ડિવાઇસના યૂઝર્સ વોટ્સએપના આ ફિચરનો ઉપયોગ કરી શકશે.
ચેનલને પીન કઈ રીતે કરવી ?
વોટ્સએપે આ નવા ફિચરની જાણકારી પોતાના ઓફિશિયલ એકસ (જૂનું નામ ટ્વિટર) એકાઉન્ટ દ્વારા આપી છે. આ માટે સૌથી પહેલા તમારે તમારા ડેસ્કટોપ અથવા લેપટોપમાં વોટસએપ ઓપન કરવાનું રહેશે. તે પછી, હોમ સ્ક્રીનની ટોચ પર ચેનલ બટનનું આઇકોન દેખાશે, તેને ક્લિક કરવાનું રહેશે. હવે તમારી મનપસંદ વોટસએપ ચેનલ શોધો, અને તેની બાજુના એરો પર ક્લિક કરો.
હવે તમે તે ચેનલની બાજુમાં પિન કરવા માટે એક નવો વિકલ્પ જોશો. તેના પર ક્લિક કરો. હવે તમે પિન કરેલ તમારા વોટસએપ એકાઉન્ટની વોટસએપ ચેનલ ચેનલોની યાદીમાં સૌથી ઉપર દેખાશે. તે પછી, જ્યારે પણ તે ચેનલમાં કોઈપણ અપડેટ આવશે, ત્યારે તમને તે અપડેટ સૌથી ઉપર અને પહેલા દેખાશે. હવે જોવાનું એ રહે છે કે વોટ્સએપ કેટલા સમય સુધી મોબાઈલ યૂઝર્સ માટે આ ખાસ ફિચર્સ જાહેર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *