દિવાળી પર ગળ્યું ખાઓ, પણ જરા સંભાળીને..!

દિવાળી પર ગળ્યું ખાઓ, પણ જરા સંભાળીને :વિશ્વમાં અડધા ડાયાબિટિક લોકો તેમના રોગથી અજાણ, ડોક્ટરો કહે છે આ 10 સાવચેતી રાખો..!

દિવાળી જેટલો રોશની અને ખુશીઓનો તહેવાર છે એટલો જ એ મીઠાઈઓ અને સ્વાદનો તહેવાર પણ છે. દેશના સૌથી મોટા તહેવાર દરમિયાન ઘણીવાર બધાં ઘરોમાં એવું વાતાવરણ હોય છે કે લોકો મીઠાઈ ખાવાથી પોતાને રોકી શકતા નથી.

આ પણ યોગ્ય છે. પરિવારના તમામ સભ્યો તહેવાર પર ભેગા થાય છે. બધા સાથે જમવા બેસે છે. આવી સ્થિતિમાં ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ પસંદગીયુક્ત બનવું અથવા બીજાથી કંઈક અલગ કરવું મુશ્કેલ બની જાય છે. ત્યાં સુધી બધું બરાબર છે.

ખરી સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ મીઠાઈઓને લીધે આપણું બ્લડશુગર રોકેટની જેમ વધે છે. આવી સ્થિતિમાં મીઠાઈનો સ્વાદ આપણી દિવાળીની મજા બગાડી શકે છે, તેથી આ દિવાળીમાં મીઠાઈઓ ખાઓ, પણ સાવચેત રહો.

શ્રી બાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ, દિલ્હીના ઈન્ટરનલ મેડિસિન વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. દીપક ગુપ્તા કહે છે, જો કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે અને કેટલીક સાવચેતી રાખવામાં આવે તો દિવાળીની ઉજવણી મીઠાઈઓ સાથે પણ કરી શકાય છે, તેથી આજે ‘ તબિયતપાણી‘ માં આપણે જાણીશું કે દિવાળી દરમિયાન મીઠાઈ ખાતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે એ પણ જાણી શકશો કે-

  • શા માટે ઘણી બધી મીઠાઈઓ ખાવી ખતરનાક બની શકે છે?
  • કયા કારણસર બ્લડશુગર લેવલ વધે છે?
  • બ્લડશુગર કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

મીઠાઈનો સ્વાદ માણતાં પહેલાં ડાયાબિટીસના આંકડા જાણો

આપણે વાત કરી રહ્યા છીએ દિવાળી દરમિયાન મીઠાઈઓનો સ્વાદ માણવાની, પરંતુ આ પહેલાં એ જાણવું જરૂરી છે કે દેશ અને દુનિયામાં ડાયાબિટીસના આંકડા શું કહે છે.

વિશ્વમાં ડાયાબિટીસની સ્થિતિ :

  • ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) અનુસાર, સમગ્ર વિશ્વમાં 20થી 80 વર્ષની વયના લગભગ 537 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. આનો અર્થ એ છે કે આ વયજૂથના લગભગ 10.5% લોકોને ડાયાબિટીસ છે.
  • એવો અંદાજ છે કે 2030 સુધીમાં આ આંકડો વધીને 64.3 કરોડ અને 2045 સુધીમાં 78.3 કરોડ થઈ શકે છે.
  • IDF ડેટા અનુસાર, વિશ્વમાં લગભગ 23 કરોડ 97 લાખ લોકોને તેમની ડાયાબિટીસની સ્થિતિ વિશે જાણ નથી.

સાદી ભાષાના ગ્રાફિક્સમાં ડેટા જુઓ:

દેશમાં ડાયાબિટીસના આંકડા :

  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, ભારતમાં 7 કરોડ 70 લાખ લોકો ડાયાબિટીસથી પીડિત છે. એવો અંદાજ છે કે વર્ષ 2045 સુધીમાં ભારતમાં ડાયાબિટીસના કેસ વધીને 12 કરોડ 40 લાખ થઈ શકે છે.
  • WHO અનુસાર, ભારતમાં લગભગ 2 કરોડ 50 લાખ લોકો પ્રી-ડાયાબિટીસ છે. મતલબ કે આ લોકોનું બ્લડશુગર લેવલ સામાન્ય કરતાં વધારે છે, પરંતુ એટલું નથી કે તેને ડાયાબિટીસ તરીકે ગણી શકાય.
  • આ લોકો માટે ખતરો એ છે કે તેઓ ગમે ત્યારે ડાયાબિટીસના દર્દીઓની યાદીમાં સામેલ થઈ શકે છે.
 

ડબ્લ્યુએચઓનું માનવું છે કે ભારતમાં ડાયાબિટીસના અડધાથી વધુ દર્દીઓ એવા છે, જેઓ જાણતા નથી કે તેમનું બ્લડશુગરનું સ્તર ઊંચું છે

પ્રી-ડાયાબિટિક અને ડાયાબિટિક વિશે અજાણ લોકો વધુ જોખમમાં છે ડૉ. દીપક ગુપ્તા કહે છે કે જે લોકોને પ્રી-ડાયાબિટિક છે અને જેઓ તેમની ડાયાબિટીસની સ્થિતિ વિશે જાણતા નથી તેઓ દિવાળી દરમિયાન મીઠાઈઓ ખાવાનું સૌથી વધુ જોખમ ધરાવે છે.

એની પાછળનું કારણ એ છે કે જે લોકો જાણે છે કે તેઓ ડાયાબિટિક છે તેઓ મીઠાઈ ખાતા સમયે માત્રાને લઈને સભાન હોય છે. જ્યારે જે લોકો જાણતા નથી કે તેમની બ્લડશુગર વધારે છે, તેઓ મન ભરાઈ જાય ત્યાં સુધી મીઠાઈઓ ખાય છે. આનાથી તેમનું બ્લડશુગર ઝડપથી વધી શકે છે અને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે.

દિવાળી દરમિયાન મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો બ્લડશુગરનું ગણિત સમજી લો ડો.દીપક ગુપ્તા કહે છે કે જો તમારે દિવાળી દરમિયાન મીઠાઈઓ ખાવાની ઈચ્છા હોય તો સૌથી પહેલા તમારે બ્લડશુગરનું ગણિત સમજવું પડશે. તમારા બ્લડશુગરમાં વધારો થવાનું કારણ શું છે એ જાણવું મહત્ત્વપૂર્ણ છે. ગ્રાફિક જુઓ.

 

જો તમે મીઠાઈ ખાવા માગો છો તો તમારા બ્લડશુગરને આ રીતે મેનેજ કરો જો આપણે કીલગંગા લેવલ કેમ વધી રહ્યું છે, એનાં કારણો જાણીએ તો એને નિયંત્રિત કરવું સરળ બની શકે છે. આ બધાં કારણોને જાણીને આપણે મીઠાઈનો સ્વાદ માણવામાં સંયમ વર્તી શકીએ છીએ. કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે એ જાણવા નીચેના ગ્રાફિક જુઓ.

 

ધ્યાનથી ખાઓ આપણે શું, ક્યારે અને કેટલી માત્રામાં ખાઈએ છીએ એનું ધ્યાન રાખવું જોઈએ. આ સાથે જ લગભગ અડધી સમસ્યા હલ થઈ જશે. જ્યારે આપણે જાણીએ છીએ કે મીઠાઈ ખાવાથી બ્લડશુગર વધી શકે છે, એને માત્ર સ્વાદ માટે જ ખાઓ.

ડો. દીપક ગુપ્તા કહે છે કે મીઠાઈનો એક નાનો ટુકડો 10 ટુકડા ખાવા જેટલો જ સ્વાદ આપે છે, તેથી મીઠાઈના 10 ટુકડા ખાવાને બદલે ફક્ત એક જ ટુકડો ખાઓ. જો રસગુલ્લા જેવી મીઠાઈ હોય તો એને નીચોવીને ખાઓ

 

મીઠાઈ ખાવાનો સમય નક્કી કરો મીઠાઈનો સ્વાદ એવો હોય છે કે જ્યારે પણ એ તમારી આંખો સામે આવશે ત્યારે તમને ખાવાનું મન થશે, તેથી સૌપ્રથમ એને આંખથી દૂર રાખવી મહત્ત્વપૂર્ણ છે. આ સિવાય મીઠાઈ ખાવાનો એક નિશ્ચિત સમય નક્કી કરો. આ ઉપાયોથી વ્યક્તિ વારંવાર મીઠાઈ ખાવાથી બચી શકે છે.

તણાવ વ્યવસ્થાપન મહત્ત્વપૂર્ણ છે તહેવારોના સમયમાં શારીરિક શ્રમ અને ખર્ચાઓનું ભારણ વધી જાય છે. આ બંને બાબતો તણાવનું કારણ બની શકે છે. તણાવ દરમિયાન આપણું શરીર કોર્ટિસોલ હોર્મોન છોડે છે. આનાથી બ્લડશુગર ઝડપથી વધી શકે છે, તેથી તહેવાર પહેલાં આને સમજી લો અને વધુપડતા તણાવથી બચો.

તૈલી ખોરાક પર નિયંત્રણ રાખવું જરૂરી છે બ્લડશુગરના વધારા માટે માત્ર મીઠાઈ જ જવાબદાર નથી. વધુપડતો તૈલી ખોરાક ખાવાથી પણ બ્લડશુગર વધી શકે છે, તેથી ઓછામાં ઓછો તેલયુક્ત ખોરાક ખાવાનો પ્રયાસ કરો.

દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું આપણે જાણીએ છીએ કે શરીરમાં ડિહાઇડ્રેશનને કારણે લોહી જાડું થઈ જાય છે, જેના કારણે બ્લડશુગર લેવલ ઝડપથી વધી શકે છે, તેથી દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં

નિયમિત કસરત કરવાથી કોષો થોડા વધુ સક્રિય બને છે અને ઇન્સ્યુલિનનો વધુ સારી રીતે ઉપયોગ કરે છે, જે બ્લડશુગર લેવલને જાળવવામાં મદદ કરે છે. દૈનિક કેલરી બર્ન કરવાની આ એક સારી રીત પણ છે.

 

 

 

 

 

 

 

 

Credit : દિવ્યભાસ્કર,  Photo by milkymist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *