સીતાફળ ખાવાના છે અદભુત ફાયદાઓ, નહીં જાણતા હોવ તમે..!

  • સીતાફળ અંગ્રેજીમાં કસ્ટર્ડ  એપલ અને સુગર એપલ તરીકે ઓળખાય છે. તેમાં કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસ વધુ માત્રામાં છે. 
  • સીતાફળમાં વજન વધારવાની ક્ષમતા ભરપૂર હોય છે. તેથી જે વ્યક્તિને વજન વધારવું હોય તેના માટે આ એક સારો ઉપાય સાબિત થઇ શકે છે. સીતાફળને રોજિંદા આહારમાં સામેલ કરીને વજન વધારી શકાશે.
  • તેમાં કુદરતી જ એન્ટી ઓક્સિડન્ટ વિટામિન સી વધુ માત્રામાં હોય છે. વિટામિન સીમાં શરીરમાંના રોગથી લડવાની શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને વધારવાની ક્ષમતા હોય છે, તેથી નિયમિત એક સીતાફળ ખાઇને બીમારીને ભગાડવી.
  • હંમેશા થાક અનુભવાતો હોય છે ? સીતાફળ આ  તકલીફ દૂર કરે છે. સીતાફળ એનર્જીનું સ્ત્રોત છે. તેના સેવનથી થાક દૂર થાય છે અને સ્નાયુઓ મજબૂત થાય છે.
  • વિટામિન બી કોમ્પલેક્સથી ભરપૂર સીતાફળ દિમાગને પણ ઠંડક પ્રદાન કરે છે. માનસિક રીતે દ્ઢ કરે છે. વારંવાર ચિડાઇ જવાની સ્વભાવવાળી વ્યક્તિ માટે સીતાફળનું સેવન ગુણકારી છે. નિરાશા અને તાણ મુક્ત કરવાની પણ ક્ષમતા સીતાફળમાં છે.
  • સીતાફળનું સેવન દાંત માટે પણ લાભદાયી છે. નિયમિત ખાવાથી પેઢામાં થતા દુખાવાથી રાહત થાય છે.
  • રક્તમાં હેમોગ્લોબિનની ઊણપ હોય તો સીતાફળનું સેવન ગુણકારી નીવડે છે.
  • સીતાફળ આંખ માટે પણ ફાયદાકારક છે. તે નેત્રજ્યોતિ વધારે છે. તેમાં વિટામિન સી અને રિબોફ્લોવિનનું પ્રમાણ વધુ માત્રામાં હોય છે. જે આંખ માટે લાભદાયી નીવડે છે. સીતાફળનું નિયમિત સેવન ચશ્માના વધુ નંબરને ઓછા કરે છે.
  •  તેમાં સોડિયમ અને પોટિશિયમ સંતુલિત માત્રામાં હોય છે, જેનાથી રક્ભ્રણ અને બ્લડપ્રેશરમાં અચાનક થનારા બદલાવ નિયંત્રિત થાય છે.
  • બન્ને પ્રકારની શુગરને સંતુલિત રાખવામાં સીતાફળું સેવન મદદગાર છે. તેનામાં શરીરમાં થનારી સુગરને શોષી લેવાનો ગુણ છે અને આ રીતે તે શરીરમાંના સુગર લેવલને સામાન્ય સ્તર પર લાવી શકે છે.
  • ત્વચા અને વાળ માટે ફાયદાકારક
  • ત્વચા અને વાળને સ્વસ્થ બનાવામાં સહાય કરે છે. તેનામાં સમાયેલ વિટામિન એ અને એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર હોય છેજે સેલ સંરચનાની રક્ષા કરે છે. જે ત્વચાની ચમક અને નરમીને જાળવી રાખે છે. ત્વચાને બુઢાપાના લક્ષણથી બચાવે છે. કરચલી ઓછી કરીને યુવાન દાખવવામાં મદદ કરે છે.

ટેલિગ્રામ પર મેળવો આવી જ ઉપયોગી માહીતી, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

  • સીતાફળ (કસ્ટર્ડ એપલ) પોષક તત્ત્વોથી સમૃદ્ધ ફળ છે અને તે સ્વાસ્થ્ય માટે ઘણાં ફાયદા પ્રદાન કરે છે:
  • પોષક તત્વોથી ભરપૂર
    સીતાફળમાં વિટામિન C, વિટામિન B6, મેગ્નેશિયમ, અને પોટેશિયમ હોય છે, જે શારીરિક સ્વાસ્થ્ય માટે અગત્યના પોષક તત્વો છે.
  •  રોગપ્રતિકારક શક્તિમાં વધારો
    વિટામિન C ની પ્રચુરતા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે, શરદી અને ઇન્ફેક્શન્સ સામે રક્ષણ આપે છે.
  •  હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ
    સીતાફળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ હૃદયને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે.
  •  ડાયબિટીસ માટે ફાયદાકારક
    સીતાફળનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ન્યુટ્રલ રહે છે, એટલે કે તે બ્લડ સુગર સ્તરને વધારે છે નહીં. આ કારણસર, ડાયબિટીસ ધરાવતા લોકો માટે મર્યાદિત માત્રામાં આ ફળ લાભદાયી સાબિત થાય છે.
  • પાચન તંત્રને મજબૂત બનાવે
    સીતાફળમાં ડાયટરી ફાઈબર હોય છે, જે પાચન ક્રિયાને સુધારવામાં અને કબજિયાત નિવારવામાં મદદ કરે છે.
  • સીતાફળને શરદ ઋતુમાં ઉપભોગ કરવું વધુ સારો માનવામાં આવે છે, અને તેને તાજું જ ખાવું વધુ ફાયદાકારક હોય છે.

જાહેર ચેતવણી :- આ લેખમાં આપવા માં આવેલી તમામ માહિતી , જાણકારી ના હેતુ માટે લખવા માં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાંત ની સલાહ લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *