iPhone 16 Pro iPhone 16 Pro Max Launch: આઈફોન 16 પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સ સૌથી મોટી બેટરી અને ડિસ્પ્લે સાથે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

iPhone 16 Pro iPhone 16 Pro Max Launch :

              એપલ આઈફોન 16 સિરીઝ લોન્ચ કરવામાં આવી છે. એપલે 9 સપ્ટેમ્બરના રોજ તેની વાર્ષિક ઇવેન્ટ It’s Glow time માં આઈફોન 16 સિરીઝના 4 નવા આઈફોન સાથે એપલ વોચ સિરીઝ 10 અને નવા એરપોડ પણ લોન્ચ કર્યા છે. નવા એપલ આઇફોન લોન્ચ કર્યા હતા. એપલ આઇફોન 16 સિરીઝમાં કંપનીએ આઇફોન 16, આઇફોન 16 પ્લસ, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સ સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. અહીં આઈફોન 16 પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સ વિશે જાણકારી આપવામાં આવી છે. તમનેજણાવી દઇયે કે, ગ્રેડ 5 ટાઇટેનિયમ બોડી, 48 એમપી ફ્યુઝન કેમેરા સાથે લોન્ચ થયેલા IPhone 16 Pro અને iPhone 16 Pro Maxમાં શું ખાસ છે.

iphone 16 Pro iphone 16 Pro Max Price: આઈફોન 16 પ્રો, આઈફોન પ્રો 16 મેક્સ કિંમત :

એપલ આઇફોન 16 પ્રોની કિંમત 999 ડોલરથી શરૂ થાય છે. તો આઇફોન 16 પ્રો મેક્સ 1199 ડોલરની પ્રારંભિક કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો છે.

ભારતમાં મલ્ટિપલ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ આઈફોન 16 પ્રોની કિંમત 119900 રૂપિયાથી શરૂ થાય છે. તો iPhone 16 Pro Maxની કિંમત 144900 છે. આ બંને ફ્લેગશિપ આઇફોનનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે. શુક્રવારથી પ્રી-બુકિંગ શરૂ થશે.

આઇફોન 16 પ્રો, આઇફોન 16 પ્રો મેક્સ ફીચર્સ :

આઈફોન 16 પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સમાં કંપની એ એપલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે. બંને વેરિઅન્ટ્સ લેટેસ્ટ A18 Pro ચિપ દ્વારા સંચાલિત છે, જે Apple Intelligence અને AAA ગેમિંગને સક્ષમ કરે છે. નવા આઈફોન 16 A17 Pro ચિપ દ્વારા સંચાલિત iPhone 15 Pro કરતાં 15 ટકા વધુ ઝડપથી ચાલશે. A18 Pro એ 3nm પ્રોસેસર છે, જેમાં નવું 16-કોર ન્યુરલ એન્જિન, 6 કોર GPU અને 6 કોર CPU, જેમાં બે પરફોર્મન્સ કોર્સ અને ચાર એફિશિયન્ટ કોર્સનો સમાવેશ થાય છે, અને Apple તેને કોઈપણ સ્માર્ટફોન પર સૌથી ઝડપી CPU કહે છે, ઓન-ડિવાઈસ AI કાર્યો અને AAA ગેમિંગને હેન્ડલ કરવામાં સક્ષમ છે.

આઈફોન 16 પ્રો અને આઈફોન 16 પ્રો મેક્સ 4 કલર – બ્લેક, વ્હાઇટ, નેચરલ અને ડેઝર્ટ ટાઇટેનિયમ માં ઉપલબ્ધ છે.

  • આઇફોન 16માં 6.3 ઇંચ અને આઇફોન 16 પ્રો મેક્સમાં 6.9 ઇંચની મોટી સ્ક્રીન
  • આઇફોન 16 સિરીઝ બનાવવા માટે ગ્રેડ 5 ટાઇટેનિયમ સામગ્રીનો ઉપયોગ થાય છે
  • 100% રિસાયકલ કરેલા મટિરીયલનો ઉપયોગ
  • આઇફોન 16 પ્રો મેક્સમાં અત્યાર સુધીની બેસ્ટ બેટરી લાઇફ છે
  • એપલ ઇન્ટેલિજન્સનો શાનદાર અનુભવ મળશે
  • 3nm બેસ્ડ A18 Pro ચિપસેટ
  • A17 Pro કરતા વધુ પાવરફુલ અને એનર્જી એફિશિયન્ટ
  • એ17 પ્રો કરતા 15 ટકા વધુ ફાસ્ટ ચિપસેટ
  • 48 મેગાપિક્સલનો ફ્યુઝન પ્રાઇમરી કેમેરો
  • ઓટોફોકસ અને અપર્ચર એફ / 2.2 સાથે 48 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરો
  • કેમેરા કંટ્રોલ ફીચર સાથે આઇફોન 16 પ્રો 12MP 5x ટેલિફોટો Lens

iPhone 16 Pro, iPhone 16 Pro Max Camera : આઈફોન 16 પ્રો, આઈફોન 16 પ્રો મેક્સ કેમેરા :

આઈફોન 16 પ્રો અને iPhone 16 Pro Maxમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે, જેમા 48 એપીનો મેન ફ્યુઝન કેમેરા, ક્વાડ પિક્સલ સેન્સર સાથે 48 એમપીનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 12 મેગાપિક્સલનો એલ્ટ્રા વાઇડ એંગલ ટેટ્રાપ્રિઝ્મ પેરિસ્કોપ છે. કેમેરા 5x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે અને આ iPhonesનો પહેલો સેટ પણ છે જે 120fps સુધી 4K વિડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે.

 

iPhone 16 Pro, iPhone 16 Pro Max Battery : આઈફોન 16 પ્રો, આઈફોન 16 પ્રો મેક્સ બેટરી :

આઇફોન 16 પ્રો મેક્સમાં એપલ કંપનીના સ્માર્ટફોનમાં અત્યાર સુધીની સૌથી મોટી બેટરી આપવામાં આવી છે અને તે આઇફોન પર બેસ્ટ બેટરી લાઇફ પ્રદાન કરે છે, જો કે કંપનીએ બેટરીનું ચોક્કસ કદ જાહેર કર્યું નથી.

આઈફોન 16માં નવું કેમેરા શટર બટન :

બેઝ મૉડલ્સની જેમ, iPhone 16 Pro સિરીઝમાં કૅમેરા કંટ્રોલ નામનું નવું કૅમેરા શટર બટન પણ મળે છે, જે આગામી સૉફ્ટવેર અપડેટ સાથે બે-સ્ટેજ કૅપ્ચરને સપોર્ટ કરવા માટે અપડેટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *