મધ્યપ્રદેશમાં આવેલું પ્રાચીન અને એકમાત્ર અષ્ટમુખી મહાદેવનું મંદિર
ભારતના મોટાભાગના રાજ્યમાં ભગવાન શિવજી ના મંદિરો આવેલા છે.આ તમામ મંદિરોનું પોતાનું અનેરું ધાર્મિક માહાત્મ્ય છે. વધુમાં આ મંદિરોમાં મહાશિવરાત્રી, શ્રાવણ મહિનામાં ઉત્સવ મનાવાતો હોય છે એટલે કે શ્રાવણ મહિનામાં આ મંદિરોમાં શિવભક્તોની ભીડ વિશેષ જોવા મળતી હોય છે. ભગવાન શિવજીને રુદ્રાક્ષ ખૂબ જ પ્રિય છે. આ રુદ્રાક્ષ એકમુખી, ચારમુખી, પંચમુખી અથવા તો દસમુખી પણ જોવા મળતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય ભગવાન ભોળાનાથનું પ્રતીક કહેવાતા શિવલિંગના અષ્ટમુખી હોવાનું સાંભળ્યું છે ખરું ? ભારતભરમાં અષ્ટમુખી શિવલિંગ ધરાવતા એકમાત્ર શિવલિંગને પશુપતિનાથ મહાદેવના શિવલિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે શિવલિંગની વાત કરવામાં આવી છે તે મંદિરે શિવજીનાં દર્શન કરવા છેક નેપાળ સુધી જવાની જરૂર નથી. ભારતમાં જ ભગવાન પશુપતિનાથનાં દર્શન કરી શકાય છે. ભારતમાં આવેલું આ શિવજીનું મંદિર અષ્ટમુખીની સાથેસાથે અન્ય ખાસિયતો પણ ધરાવે છે. જે ખાસિયતોને કારણે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાવભેર અહીં દર્શનાર્થે આવે છે.
પશુપતિનાથનું મંદિર ક્યાં આવ્યું છે?પશુપતિનાથ મહાદેવનું મંદિર નેપાળ દેશના કાઠમંડુમાં આવેલું છે અને ભારતના મધ્યપ્રદેશ રાજ્યના મંદસૌરમાં પણ આવેલું છે. અહીં મંદસૌરમાં સ્થાપિત પશુપતિનાથ મહાદેવનું શિવલિંગ ભારતમાં અન્ય કોઇ જગ્યાએ જોવા મળતું નથી.શિવલિંગની કલાત્મકતામધ્યપ્રદેશ મંદસૌરના મંદિરમાં સ્થાપિત આ શિવલિંગની કલાત્મકતા જ એવી છે કે દરેક શિવભક્તને વિશેષ રીતે આકર્ષે છે. આ મંદિરને લઇને ધાર્મિક માન્યતા એવી પણ છે કે, મંદસૌરના ‘શિવના’ નદીના કિનારે સ્થાપિત પશુપતિનાથ મહાદેવનો જળાભિષેક કરવા માટે સ્વયં દેવી શિવના આવે છે. જ્યારે પણ વરસાદની ઋતુ શરૂ થાય છે અને નદી પોતાની તેજીમાં હોય છે ત્યારે તે મંદિર સુધી પહોંચી જતી હોય છે, તેથી કહેવાય છે કે, વર્ષોઋતુમાં દેવી શિવના સાક્ષાત્ ભગવાન શિવજીનો જળાભિષેક કરે છે.દુનિયાનું એકમાત્ર અષ્ટમુખી શિવલિંગ મધ્યપ્રદેશમાં આવેલું પશુપતિનાથ મહાદેવનુંએકમાત્ર શિવલિંગ છે, જે છે, જે આમુખ છે. મંદસૌરના શિવના નદીના તટ પર આવેલું મંદિર અંદાજે ૭.૫ ફૂટ ઊંચું ભગવાન ભોળાનાથનું અષ્ટમુખી શિવલિંગ સ્થાપિત છે. આ શિવલિંગની ખાસિયત એ છે કે, શિવલિંગમાં ભગવાન શિવજીની બાળ અવસ્થાથી લઇને વૃદ્ધાવસ્થાનાં દર્શન થાય છે. અલબત્ત, આ શિવલિંગમાં ભગવાન ભોળાનાથના કુલ આઠ ચહેરાનાં દર્શન થાય છે! મૂળ ચાર ચહેરાની ઉપર ચાર ચહેરા બનાવવામાં આવ્યા છે. આ ચહેરાઓમાં જેટલી પણ અવસ્થા દર્શાવવામાં આવી છે તે ચારેય દિશામાં જોવા મળે છે. આ શિવલિંગ વિશે એમ પણ કહેવામાં આવે છે કે, ચારેય ચહેરા મનુષ્યના જીવનની ચાર અવસ્થાઓનું પ્રતીક પણ દર્શાવે છે.મંદિરનો ઈતિહાસ અને મંદિરરચનામંદસૌરના પશુપતિનાથ મંદિર વિશે ઈતિહાસકારોના જણાવ્યા પ્રમાણે આ મંદિરના શિવલિંગનું નિર્માણ વિક્રમ સંવત ૫૭૫ ઈ.સ.ની આસપાસ કરવામાં આવ્યું હતું.પશુપતિનાથ મહાદેવ મંદિરની સંરચનાપશુપતિનાથ મંદિરની ચારેય દિશામાં દરવાજા જોવા મળે છે, પરંતુ મુખ્ય પ્રવેશદ્વાર પશ્ચિમ દિશાથી જ ખોલવામાં આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે મંદિરમાં સ્થાપિત શિવલિંગ સાડા સાત ફૂટની ઊંચાઈ ધરાવે છે. હિન્દુ પૌરાણિક કથાઓના જણાવ્યાનુસાર પશુપતિનાથ મંદિરની રચના ઘણી સદીઓ પહેલાં કરવામાં આવી હતી.શ્રાવણ મહિનામાં ઉમટે છે ભકતોનું ઘોડાપુરઆમ તો, દરેક શ્રાવણ મહિનામાં જ્યાં પણ ભગવાન શિવજીનાં મંદિર હોય છે ત્યાં ભક્તોની ભીડ જોવા મળતી જ હોય છે. તેમ અહીં પણ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. અહીં શ્રાવણ મહિનામાં ખાસ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં ભારતભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. શ્રાવણ મહિનામાં પશુપતિનાથ મહાદેવને ફૂલોનો કલાત્મક શણગાર કરવામાં આવે છે. ફૂલોનો શણગાર એટલો સુંદર હોય છે કે મંદિરને દૂરથી જ જોતાં શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.આ ઉપરાંત મહાશિવરાત્રિમાં પણ અહીં ભક્તોની વિશેષ ભીડ જોવા મળતી હોય છે. મહાશિવરાત્રિએ આ મંદિર ભક્તિ અને ઉત્સવનું કેન્દ્ર બની જાય છે. મહાશિવરાત્રિ તેમજ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને સમર્પિત ભવ્ય રાત્રિ એટલે કે જાગરણ તેમજ વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ અહીં ભાવવિભોર આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત ભક્તિગીતો અને ભજનોનાં પણ અહીં વિશેષ રીતે આયોજન કરવામાં આવે છે.કેવી રીતે પહોંચશો?જો તમે હવાઈ માર્ગે મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં આવલા પશુપતિનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે જવા માંગતા હોવ તો મંદસૌર જિલ્લામાં કોઈ એરપોર્ટ નથી, પરંતુ પશુપતિનાથ મહાદેવ મંદિરની નજીકનું એરપોર્ટ ઉદયપુર અને ઈન્દૌર છે. અહીંથી તમે કેબ, ટેક્સી કે ખાનગી વાહન કરી શકો છો. જો તમે ટ્રેન દ્વારા અહીં આવવા માંગતા હોવ તો મંદસૌર જિલ્લાની નજીકનું રેલવે સ્ટેશન શામગઢ અને રતલામ પડે છે. ત્યાંથી તમે ખાનગી વાહનો કે કેબ દ્વારા કે જાહેર પરિવહનની બસો દ્વારા અહીં પહોંચી શકો છો. તેમજ સડક માર્ગે અહીં આવવા માટે મંદિરથી બસ સ્ટોપ માત્ર ત્રણ કિલોમીટરના અંતરે પડે છે.
ક્રેડીટ – હર્ષલ બ્રહ્મભટ્ટ (સંદેશ ન્યુઝ)